Home Entertainment એનિમલની હોટ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીનું શું કનેકશન છે વિરાટ કોહલી સાથે? કોણ...

એનિમલની હોટ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીનું શું કનેકશન છે વિરાટ કોહલી સાથે? કોણ છે તૃપ્તિનો બોયફ્રેન્ડ?

1
Tripti Dimri Relationships

તૃપ્તિ ડિમરી બોલિવૂડની ઉભરતી અભિનેત્રી અને મોડલ છે, જે બોલિવૂડની ફિલ્મોમાં તેના કામ માટે જાણીતી છે. એનિમલ (Animal) મૂવી હિટ થયા બાદ આ અભિનેત્રી ચર્ચામાં છે અને ગૂગલ સર્ચમાં પણ ટોપમાં આવી રહી છે. નેશનલ ક્રશ ગણાતી રશ્મિકાને પણ તેણે ANIMAL માં ટક્કર આપી છે. ચર્ચામાં આવેલી તૃપ્તિના ભારતીય ક્રિકેટર કોહલી સાથે નજીકના સંબંધ રહ્યા છે કેમ કે તૃપ્તિના લવ રિલેશન જેની સાથે રહ્યા છે વિરાટ કોહલીના ફેમિલીમાંથી છે.

તૃપ્તિ ડિમરી (Tripti Dimri) નો જન્મ 23 ફેબ્રુઆરી 1994 ના રોજ ઉત્તરાખંડના એક મધ્યમ પરિવારમાં થયો હતો. તેણીએ 2017ની હિન્દી ફિલ્મ પોસ્ટર બોયઝથી અભિનયની શરૂઆત કરી હતી. તેણીએ બુલબુલ (2020) અને લૈલા મજનુ (2018) ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

TRIPTI DARMI BF

તૃપ્તિએ ટીવીસી અને સંતૂર સહિત અસંખ્ય જાહેરાતોમાં પણ જોવા મળી હતી. તેણીએ ‘બુલબુલ’માં તેના અભિનય માટે એવોર્ડ પણ જીત્યો હતો, અને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. તૃપ્તિને તેના અભિનય અને દેખાવ બંને માટે ખૂબ વખાણવામાં આવી હતી. તેણીએ તેણીના પ્રાથમિક શિક્ષણ માટે ફિરોઝાબાદ, ઉત્તર પ્રદેશ, ભારતના દિલ્હી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો.

Tripti Dimri Relationships : બોલિવૂડમાં નવોદિત અભિનેત્રી તૃપ્તિ ડિમરી, જે પોતાની જબરદસ્ત ફિલ્મોથી દિલ જીતી રહી છે, તે સિંગલ નથી. હા, તમે બરાબર વાંચ્યું છે. નવા વર્ષ 2023ની એક રાત પહેલા, અભિનેત્રીએ તેના પ્રિય વ્યક્તિ સાથેના સંબંધને Instagram  પર સત્તાવાર રીતે એનાઉન્સ કર્યું. તે વ્યક્તિ ફિલ્મી દુનિયાનો પણ છે અને ક્રિકેટર વિરાટ કોહલીનો સાળો છે એટલે કે અનુષ્કા શર્માનો ભાઈ.

તૃપ્તિ ડિમરીએ પ્રેમ સંબંધને સોશિયલ મીડિયા પર કર્યો ઓફિસિયલ  

વર્ષ 2023ની શરૂઆતમાં ખૂબસૂરત અભિનેત્રી, તૃપ્તિ ડિમરીએ તેના ચાહકોને એક સરપ્રાઈઝ આપ્યું હતું. 31 ડિસેમ્બર, 2022 ના રોજ, તેણીના IG સ્ટોરી પર તેના બોયફ્રેન્ડ, કર્ણેશ શર્મા સાથે એક તસવીર શેર કરી હતી. તસ્વીરમાં, કપલે લવ મોમેન્ટ શેર કરી હતી.

કર્ણેશ શર્મા અને તૃપ્તિ ડિમરી એકબીજાને કર્યા અનફોલો

તૃપ્તિ ડિમરી (Tripti Dimri), અભિનેત્રી અનુષ્કા શર્માના ભાઈ અને ફિલ્મ નિર્માતા કર્ણેશ શર્માને ડેટ કરતી હતી. તેઓએ ક્યારેય સત્તાવાર રીતે તેમના સંબંધોની જાહેરાત કરી હતી. તૃપ્તિ એ નિર્માતા સાથે એક રોમેન્ટિક ફોટો પણ શેર કર્યાં હતા. તૃપ્તિ ડિમરીએ કર્ણેશ શર્માના બે સૌથી પ્રિય પ્રોજેક્ટ, બુલબુલ અને કલામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જો કે, નવીનતમ અપડેટ્સ સૂચવે છે કે તૃપ્તિ અને કર્ણેશ અલગ થઈ ગયા છે.

તૃપ્તિ તેના આશાસ્પદ પ્રોજેક્ટ્સ સાથે તેની કારકિર્દીમાં વ્યસ્ત છે, તેણે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પરથી તેના નિર્માતા બોયફ્રેન્ડ સાથેની તમામ તસવીરો પણ ડિલીટ કરી નાખી છે.

વધુ વાંચો –

Tripti Dimri : Animal માં  ઝોયાનો રોલ તૃપ્તિ ડિમરીને નહી પણ આ અભિનેત્રીને મળ્યો હતો

1 COMMENT

Comments are closed.

Exit mobile version