Home State Delhi સોનિયા ગાંધીએ સંસદના વિશેષ સત્રને લઈને પીએમ મોદીને પત્ર લખ્યો

સોનિયા ગાંધીએ સંસદના વિશેષ સત્રને લઈને પીએમ મોદીને પત્ર લખ્યો

0
સોનિયા ગાંધીએ સંસદના વિશેષ સત્રને લઈને પીએમ મોદીને પત્ર લખ્યો

સોનિયા ગાંધીએ સંસદના વિશેષ સત્રને લઈને પીએમ મોદીને પત્ર લખ્યો

વિશેષ સત્રના   એજન્ડાની માહિતી માંગી

અમારી પાસે વિશેષ સત્રના એજન્ડા વિશે કોઈ માહિતી નથી : જયરામ રમેશ

સોનિયા ગાંધીએ સંસદના વિશેષ સત્રને લઈને પીએમ મોદીને પત્ર લખ્યો છે. જ્યારથી કેન્દ્ર સરકાર દ્વારા સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે ત્યારથી આને લઈને ઘણી અટકળો થઈ રહી છે. એક દેશ, એક ચૂંટણીથી લઈને ભારતનું નામ બદલીને ભારત કરવા, વિશેષ સત્રના એજન્ડાને લઈને ચર્ચાનું બજાર ગરમ છે. આ દરમિયાન કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેમની પાસેથી સંસદના વિશેષ સત્રના એજન્ડાની માહિતી માંગી છે.

સોનિયા ગાંધીએ પત્રમાં કહ્યું છે કે વિપક્ષો સાથે કોઈપણ પૂર્વ ચર્ચા કર્યા વિના સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. તેમણે સત્રના એજન્ડા વિશે પણ માહિતી માંગી છે. તેમના પત્ર પર કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે આ વિશેષ સત્રની કોઈને જાણ નથી. આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે અમારી પાસે વિશેષ સત્રના એજન્ડા વિશે કોઈ માહિતી નથી.

જયરામ રેમશે મંગળવારે કહ્યું હતું કે અમે સંસદના વિશેષ સત્રમાં ભાગ લઈશું

ઇન્ડિયાની બેઠક પરથી ધ્યાન હટાવવા માટે સત્રનું આયોજન : જયરામ રમેશ

અમે સંસદના આ વિશેષ સત્રમાં ભાગ લઈશું : જયરામ રમેશ

કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે કહ્યું, “અમે પહેલીવાર જોઈ રહ્યા છીએ કે PM મોદી અને તેમના સહયોગીઓએ ઇન્ડિયાની બેઠક પરથી ધ્યાન હટાવવા માટે 5 દિવસના વિશેષસત્રની જાહેરાત કરી હતી. અમને આ સત્ર દરમિયાન કયા મુદ્દા ઉઠાવવામાં આવશે તેની કોઈ જાણકારી નથી.”હા. આજે કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે કે અમે આ વિશેષ સત્રમાં ભાગ લઈશું, પરંતુ ચર્ચા જાહેર મુદ્દાઓ પર થવી જોઈએ

વાંચો અહીં મણિપુરમાં ફરી કર્ફ્યુ, 5 જિલ્લામાં અપાતી રાહત પણ રદ

Exit mobile version