Home State Gujarat ગાંધીનગરમાં પોલીસ ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ

ગાંધીનગરમાં પોલીસ ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ

1
ગાંધીનગરમાં પોલીસ ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં ગુજરાત પોલીસની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ .ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ,ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અને રાજ્યના શહેરોના પોલીસ કમિશનર ,અધિક પોલીસ મહાનિદેશક, રેન્જ આઇ.જી તથા જિલ્લા પોલીસ અધિક્ષક  અને ડીસીપીઓ પણ આ એક દિવસીય ક્રાઈમ કોન્ફરન્સમાં સહભાગી થયા છે .આ ક્રાઈમ કોન્ફરન્સ નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે વરિષ્ઠ અધિકારીઓથી લઈને નાનામાં નાના પોલીસકર્મી સુધી સૌ પ્રજા હિત અને સમાજ જીવનની શાંતિ સલામતિ અને સુરક્ષા માટેની સમાન  વિચારધારા સાથે કાર્યરત રહીને આ ક્રાઈમ કોન્ફરન્સ ના હેતુઓ સાકાર કરી શકાશે.

આ ક્રાઈમ કોન્ફરન્સ નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે વરિષ્ઠ અધિકારીઓથી લઈને નાનામાં નાના પોલીસકર્મી સુધી સૌ પ્રજા હિત અને સમાજ જીવનની શાંતિ સલામતિ અને સુરક્ષા માટેની સમાન  વિચારધારા સાથે કાર્યરત રહીને આ ક્રાઈમ કોન્ફરન્સ ના હેતુઓ સાકાર કરી શકાશે. તેમણે દરેક વસ્તુમાં ક્રાઇમ અને ક્રાઈમને જોવાની આપણી દ્રષ્ટિ બેયમાં બદલાવ લાવવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે રાજ્યમાં એવું વાતાવરણ બનાવીએ કે ક્રાઈમ રોકવા કરતા ક્રાઈમ થાય જ નહીં .મુખ્યમંત્રીએ ડ્રગ્સના દૂષણ સામે ઝીરો ટોલરન્સ થી પેશ આવીને મૂળ સુધી પહોંચવા સ્પષ્ટ તાકીદ કરી હતી.પોલીસ માત્ર કાયદો વ્યવસ્થા ની જાળવણી જ નહિ કોવિડ જેવા કપરા સમય માં જાનના જોખમે પણ પ્રજા ની સેવામાં  ખડે પગે રહી છે તે માટે તેમણે અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે વ્યાજખોરોથી મુક્તિ,સ્વનિધિ યોજના અન્વયે જરૂરતમંદ લોકોને સહાય જેવા અભિયાનથી સામાજિક જીવનમાં લોકોને પોલીસ પ્રત્યે આદરભાવ જાગ્યો છે. તેમણે કહ્યું કે તમે સારું કાર્ય કરો સરકાર તમારી પડખે ઊભી રહેવા તૈયાર છે.  ગુજરાત વિકાસનું રોલ મોડલ અને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે તેમાં ગુજરાતની સંગીન કાયદો વ્યવસ્થાની સ્થિતિ એ ટીમ પોલીસને આભારી છે એમ તેમણે કહ્યું હતું

વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીના નેતૃત્વમાં દેશના  અમૃત કાળમાં વિકસિત ભારત માટે સૌ સાથે મળીને વિકસિત ગુજરાતના નિર્માણમાં લીડ લઈએ તેવો અનુરોધ મુખ્યમંત્રીએ સૌ પોલીસ અધિકારીઓને કર્યો હતો.મુખ્યમંત્રીના હસ્તે ગુજરાત પોલીસના ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી પોર્ટલનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું

1 COMMENT

Comments are closed.

Exit mobile version