Home Desh Parliament Security Breach:  4 આરોપીઓને 7 દિવસની પોલીસ કસ્ટડીમાં, માસ્ટરમાઇન્ડની શોધ ચાલુ

Parliament Security Breach:  4 આરોપીઓને 7 દિવસની પોલીસ કસ્ટડીમાં, માસ્ટરમાઇન્ડની શોધ ચાલુ

2
Parliament Security Breach latest News

Parliament Security Breach: આરોપીઓની ઓળખ મનોરંજન ડી, સાગર શર્મા, નીલમ આઝમ અને અમોલ શિંદે તરીકે કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે સાગર શર્મા યુપીના લખનઉનો રહેવાસી છે. ડી મનોરંજન કર્ણાટકના મૈસુરના રહેવાસી છે. બંને લોકસભાની અંદર હતા અને હંગામો મચાવ્યો હતો. આ બંનેને BJP સાંસદ પ્રતાપ સિંહાના કાર્યાલયમાંથી વિઝિટર પાસ મળ્યા હતા.

સંસદ સુરક્ષા (Parliament Security) ભંગના મામલામાં ગૃહ મંત્રાલયે બુધવારે એક તપાસ સમિતિની રચના કરી હતી. સંસદની સુરક્ષાનો ભંગ કરવાના મામલામાં અત્યાર સુધીની તપાસમાં છ આરોપીઓ સામે આવ્યા છે. બે યુવાનોએ લોકસભાની અંદર જઈને હંગામો મચાવ્યો હતો, એક યુવતી અને એક પુરુષે ગૃહની બહાર પ્રદર્શન પણ કર્યું હતું. ચારેય પોલીસ કસ્ટડીમાં છે. ગુરુવારે પોલીસે ચારેય આરોપીઓને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે ચારેય આરોપીઓને 7 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે. જો કે દિલ્હી પોલીસે 15 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.

Security Breach

સંસદની સુરક્ષા (Parliament Security) માં ભંગની યોજનામાં વધુ બે લોકો સામેલ હતા. તેમાંથી એક વિકી શર્માએ પોતાના ઘરમાં બધાને હોસ્ટ કર્યા હતા. પોલીસે તેને તેની પત્ની સહિત કસ્ટડીમાં લીધો છે. જ્યારે ઘટનાનો મુખ્ય સૂત્રધાર લલિત ઝા ફરાર હોવાનું કહેવાય છે.

બાકીના આરોપીઓની ઓળખ મનોરંજન ડી, સાગર શર્મા, નીલમ આઝમ અને અમોલ શિંદે તરીકે થઈ હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે સાગર શર્મા યુપીના લખનઉનો રહેવાસી છે. ડી મનોરંજન કર્ણાટકના મૈસુરના રહેવાસી છે. બંને લોકસભાની અંદર હતા અને હંગામો મચાવ્યો હતો. આ બંનેને બીજેપી સાંસદ પ્રતાપ સિંહાના કાર્યાલયમાંથી વિઝિટર પાસ મળ્યા હતા. સંસદની બહાર પકડાયેલી નીલમ આઝાદ હરિયાણાના હિસારની છે. ચોથો આરોપી અમોલ શિંદે મહારાષ્ટ્રના લાતુરનો રહેવાસી છે.

Parliament Security – તમામ આરોપીઓ વેલ એજ્યુકેટેડ :  

ચારેય આરોપીઓ ભણેલા છે. નીલમ 42 વર્ષની છે અને વ્યવસાયે શિક્ષક છે અને સિવિલ સર્વિસનો પણ અભ્યાસ કરી રહી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે લલિત ઝાએ બુધવારે સવારે સાગર શર્મા, મનોરંજન ડી, નીલમ અને અમોલ શિંદે અને વિકી શર્માને ગુરુગ્રામ બોલાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ ઘટના બાદ સંસદની અંદર અને બહાર સુરક્ષા (Parliament Security) સઘન કરવામાં આવી હતી. ગુરુવારે સંસદની અંદર જતા લોકોના પગરખા કાઢીને તપાસ કરવામાં આવી હતી. મુલાકાતીઓની ગેલેરી આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવી છે.

2 COMMENTS

Comments are closed.

Exit mobile version