Home Main Nvidia Market Cap : AI ચિપ્સ બનાવનારી કંપનીના શેરમાં આવ્યો ઐતિહાસિક ઉછાળો,...

Nvidia Market Cap : AI ચિપ્સ બનાવનારી કંપનીના શેરમાં આવ્યો ઐતિહાસિક ઉછાળો, એક જ દિવસની ઇન્કમમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની કુલ સંપતિ કરતા કર્યો વધુ પ્રોફિટ 

0
Nvidia Market Cap

Nvidia Market Cap: AI ચિપ્સ બનાવનારી અગ્રણી કંપની એનવીડિયા (Nvidia)એ  એક નવો ઈતિહાસ સર્જ્યો હતો અને એક જ દિવસમાં વિક્રમજનક કમાણી કરી હતી.અમેરિકાના શેરબજારમાં   કામકાજના દિવસ દરમિયાન કંપનીના શેરની કિંમતમાં વિક્રમજનક 16.4 ટકાની તેજી જોવા મળી હતી અને તે 785 ડોલરના વિક્રમજનક સ્તર પર પહોંચ્યો હતો.

Nvidia Market Cap : મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની કુલ નેટવર્થ કરતાં વધારે વૃદ્ધિ

Nvidia Market Cap


કંપનીના શેરોમાં આટલી જોરદાર તેજી આવવા પાછળનું કારણ AI ચિપ્સની મજબૂત માંગ છે,જેને પગલે કંપનીની આવક ત્રણ ગણી વધે તેવી આશા છે. આ સાથે જ કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન 277 અબજ ડોલર વધી ગયું છે, જે અત્યાર સુધીમાં કોઈપણ કંપનીના વેલ્યુએશનમાં એક દિવસમાં આવેલ સૌથી મોટો ઉછાળો છે. આ કંપનીના વેલ્યુએશનમાં કેટલો વધારો થયો તેને સરળ રીતે સમજીએ તો તે ભારતના બે સૌથી સમૃદ્ધ વ્યક્તિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની કુલ નેટવર્થથી પણ વધારે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બ્લૂમબર્ગ બિલિયોનર ઈન્ડેક્સની માહિતી પ્રમાણે અંબાણીની નેટવર્થ 112 અબજ ડોલર છે અને અદાણીની નેટવર્થ 102 અબજ ડોલર છે. બન્ને ઉદ્યોગપતિની સંયુક્ત નેટવર્થ 214 અબજ ડોલર થાય છે. આ સાથે જ ભારતની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કુલ માર્કેટ કેપ કરતાં પણ વધારે છે. રિલાયન્સનું માર્કેટ કેપિટલાઈઝેશન 243 અબજ ડોલર છે. આ ઉપરાંત તે વિશ્વના સૌથી સમૃદ્ધ ઈલોન મસ્કની નેટવર્થ કરતાં પણ વધારે છે. તેઓ 212 અબજ ડોલરની સંપત્તિ ધરાવે છે.

Nvidia Market Cap : એનવીડિયાથી ફક્ત ત્રણ કંપની આગળ


હવે ફક્ત ત્રણ કંપનીનું માર્કેટ કેપ એનવીડિયાથી વધારે છે. વિશ્વમાં પ્રથમ વખત કોઈ કંપનીના માર્કેટ કેપમાં એક દિવસમાં 200 અબજ ડોલરનો વધારો થયો છે. એનવીડિયાના પરિણામે વિશ્વભરમાં AI સંબંધિત શેરોને હવા આપી છે.ગુરુવારે ટ્રેડર્સ દ્વારા એનવીડિયાના 65 અબજ ડોલરના મૂલ્યના શેરની ખરીદી-વેચાણ થયું છે. અગાઉ એક દિવસમાં સૌથી વધારે કમાણીનો રેકોર્ડ માર્ક ઝકરબર્ગની મેટા પ્લેટફોર્મના નામે હતો.

Nvidia Market Cap : છેલ્લા એક વર્ષમાં 250 ટકાનું વળતર આપ્યું


એનવીડિયાના શેરોમાં છેલ્લા એક વર્ષથી જોરદાર તેજી જોવા મળી રહી છે. કંપનીએ છેલ્લા એક વર્ષમાં 231 ટકાનું વળતર આપ્યું છે. છ મહિનામાં શેરની કિંમતમાં 66 ટકાની તેજી જોવા મળી છે. આ સાથે એનવીડિયાનું કુલ માર્કેટ કેપ 1.96 ટ્રિલિયન ડોલર પહોંચી ગયું છે.

Nvidia Market Cap : વિશ્વની ચોથા ક્રમની સૌથી વધારે મૂલ્ય ધરાવતી કંપની


2 ફેબ્રુઆરીના રોજ આ કંપનીના માર્કેટ કેપમાં 196 અબજ ડોલરનો ઉમેરો થયો હતો. જોકે હવે આ રેકોર્ડને એનવીડિયાએ માત્ર 20 દિવસમાં તોડી નાંખ્યો છે. એનવીડિયાના માર્કેટ કેપમાં ગુરુવારે જેટલી તેજી આવી તે કોકાકોલાના કુલ વેલ્યુએશન 265 અબજ ડોલરથી પણ વધારે છે. આ સાથે એનવીડિયા અમેરિકાની ત્રીજી અને વિશ્વની ચોથા ક્રમની સૌથી વધારે મૂલ્ય ધરાવતી કંપની બની ગઈ છે. તેની આગળ માઈક્રોસોફ્ટ 3.06 ટ્રિલિયન ડોલર, એપલ 2.85 ટ્રિલિયન ડોલર અને સાઉદી અરામકો 2.0 ટ્રિલિયન ડોલર છે.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

Exit mobile version