Home Ahmedabad પોક્સોના કેસમાં કલોલ કોર્ટે મહત્વનો ચૂકાદો

પોક્સોના કેસમાં કલોલ કોર્ટે મહત્વનો ચૂકાદો

0

આરોપીને ૨૦ વર્ષ કેદની સજા સહીત રૂપિયા ૨૦ હજારનો દંડ

પોક્સોના કેસમાં કલોલ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. કોર્ટે પોક્સોના આરોપી સંજયસિંગ ઉર્ફે બ્રિજપાલસિંગ ઠાકુરને ૨૦ વર્ષ કેદની સજા સહીત ૨૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સંજયસિંહ પર આરોપ છે ક, તેણે કલોલ તાલુકાના એક ગામમાં વર્ષ ૨૦૨૧ના જાન્યુઆરી મહિનામાં સતત ત્રણ દિવસ સુધી બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. દુષ્કર્મના બનાવને પગલે પોલીસે પોકસો કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે ગુનો નોંધી કલોલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. મહત્વનું છે કે, કલોલમાં એક મહિના અગાઉ પણ પોકસોના કેસમાં એક આરોપીને ફાંસીની સજા પણ સંભળાવવામાં આવી હતી.

Exit mobile version