Home Desh ED Raids: ઝારખંડમાં ટેન્ડર કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, મંત્રીના PA ના નોકરના...

ED Raids: ઝારખંડમાં ટેન્ડર કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, મંત્રીના PA ના નોકરના ઘરેથી કરોડો મળ્યા

0
ED Raids: ઝારખંડમાં ટેન્ડર કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, મંત્રીના PA ના નોકરના ઘરેથી કરોડો મળ્યા

Jharkhand ED Raids: ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં ટેન્ડર કમિશન કૌભાંડ કેસમાં ઇડી મોટી કાર્યવાહી કરી રહી છે. આ મામલે મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો હતો. જે બાદ PMLA હેઠળ 6 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. તેમજ ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી આલમ ગીરના અંગત સચિવ સંજીવ લાલના ઘરેલુ નોકરના ઘરની પણ તલાશી લેવામાં આવી છે. કેન્દ્રીય તપાસ એજન્સી EDએ ઝારખંડ સરકારના મંત્રી આલમગીર આલમના OSD સંજીવ લાલના આસિસ્ટન્ટના ઠેકાણામાંથી લગભગ 30 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી છે.

ED Raids: ઝારખંડમાં ટેન્ડર કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, મંત્રીના PA ના નોકરના ઘરેથી કરોડો મળ્યા
ED Raids: ઝારખંડમાં ટેન્ડર કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, મંત્રીના PA ના નોકરના ઘરેથી કરોડો મળ્યા

ED Raids: ટેન્ડર કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી

વહેલી સવારે ED એ દરોડા પાડવાનું શરુ કર્યું હતું. એજન્સીના અધિકારીઓ નોટ ગણવાના મશીનમાંથી વસૂલ કરાયેલા નાણાંની ગણતરી કરી. મંત્રી આલમગીર આલમે કહ્યું કે મારે આની સાથે કોઈ લેવાદેવા નથી. ઘણા અધિકારીઓ, નેતાઓ અને ઉદ્યોગપતિઓ આ મામલે તપાસ હેઠળ છે. ED એ ફેબ્રુઆરી 2023 માં ઝારખંડ ગ્રામીણ વિકાસ વિભાગના મુખ્ય ઇજનેર વીરેન્દ્ર રામની કેટલીક યોજનાઓના અમલીકરણમાં કથિત અનિયમિતતાઓને લગતા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી.

ફેબ્રુઆરી 2023માં EDની ટીમે મની લોન્ડરિંગ કેસમાં ગ્રામીણ વિકાસ વિભાગના પૂર્વ ચીફ એન્જિનિયર વીરેન્દ્ર રામના ઘર પર દરોડા પાડ્યા હતા અને તેમની ધરપકડ કરી હતી. વીરેન્દ્ર રામ હજુ જેલમાં છે. આ દરોડા એ જ કેસની તપાસનું વિસ્તરણ હોવાનું કહેવાય છે. EDની ટીમ રાંચીના સેલ સિટીમાં એન્જિનિયર વિકાસ કુમારના નિવાસસ્થાન સહિત શહેરના બરિયાતુ, મોરહાબાદી અને બોડેયામાં કુલ નવ સ્થળો પર દરોડા પાડી રહી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

Exit mobile version