Home Breaking News BIJAPUR : ભારતીય સુરક્ષાદળોને મોટી સુરક્ષા, બીજાપુરમાં 9 નક્સલી કર્યા ઠાર

BIJAPUR : ભારતીય સુરક્ષાદળોને મોટી સુરક્ષા, બીજાપુરમાં 9 નક્સલી કર્યા ઠાર

0
BIJAPUR

BIJAPUR : છત્તીસગઢના બીજાપુરમાં મંગળવારે સવારે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. બીજાપુરમાં મંગળવારે સવારે 6 વાગ્યે સુરક્ષા જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં નવ નક્સલવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા કર્મીઓએ હથિયારોનો જથ્થો જપ્ત કર્યો છે.

BIJAPUR

BIJAPUR : એલએમજી, લોન્ચર અને મોટી માત્રામાં નક્સલવાદી સામગ્રી મળી

BIJAPUR : છત્તીસગઢના બીજાપુરમાં મંગળવારે સવારે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. ગંગાલુર વિસ્તારમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં જવાનોએ અત્યાર સુધીમાં 9 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. ઘટના સ્થળેથી એલએમજી, લોન્ચર અને મોટી માત્રામાં નક્સલવાદી સામગ્રી મળી આવી છે. ઘટનાસ્થળેથી ઘણા અત્યાધુનિક હથિયારો મળી આવ્યા હોવાના અહેવાલ છે.

BIJAPUR : પોલીસે જણાવ્યું કે સોમવારે રાત્રે ડીઆરજી, એસટીએફ, કોબ્રા અને સીઆરપીએફની સંયુક્ત પાર્ટી સર્ચ ઓપરેશન માટે ગંગાલુર વિસ્તાર માટે રવાના થઈ હતી. ઓપરેશન દરમિયાન, મંગળવારે સવારે લગભગ 6 વાગ્યે, ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારના લેંદ્રા જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.

BIJAPUR : શરૂઆતમાં આ એન્કાઉન્ટર દરમિયાન પોલીસ જવાનોએ ચાર નક્સલીઓને ઠાર કર્યા હતા. સ્થળ પરથી સૈનિકોએ એક એલએમજી, ઓટોમેટિક વેપન, બીજીએલ લૉન્ચર અને રોજિંદા ઉપયોગના મોટા જથ્થામાં શસ્ત્રો અને દારૂગોળો સાથે નક્સલવાદીઓના મૃતદેહ જપ્ત કર્યા હતા. પોલીસે દાવો કર્યો છે કે એન્કાઉન્ટરમાં ઘણા નક્સલવાદીઓ પણ ઘાયલ થયા છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. બપોર સુધીમાં માર્યા ગયેલા નક્સલવાદીઓની સંખ્યા નવ પર પહોંચી ગઈ છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

Exit mobile version