Home Breaking News Bharat Jodo Nyay Yatra : ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા પૂર્ણ, અંતિમક્ષણોમાં...

Bharat Jodo Nyay Yatra : ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા પૂર્ણ, અંતિમક્ષણોમાં રાહુલ ગાંધી સોનગઢનો કાર્યક્રમ રદ્દ કરી પરત દિલ્હી ફર્યા,   

0
Bharat Jodo Nyay Yatra

Bharat Jodo Nyay Yatra : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા હાલ ગુજરાતમાં ચાલી રહી છે, જોકે આ બધાની વચ્ચે સમાચાર આવ્યા છે કે રાહુલ ગાંધી સોનગઢનો કાર્યક્રમ રદ્દ કરી ગુજરાતમાં ન્યાયયાત્રાની પુર્ણાહુતી કરી દિલ્હી પરત ફર્યા છે. જે હવે મંગળવારે મહારાષ્ટ્રથી ન્યાયયાત્રા શરુ કરશે.    

 

Bharat Jodo Nyay Yatra

Bharat Jodo Nyay Yatra :  આગામી લોકસભા ચૂંટણી પહેલાં રાહુલ ગાંધી મણિપુરથી મુંબઈ સુધી ભારત જોડો ન્યાય યાત્રા લઇને નીકળ્યા છે. ત્યારે ભારત જોડો ન્યાયયાત્રા હાલ ગુજરાતમાં ચાલી રહી હતી જે આજે ગુજરાતમાં પૂર્ણ થઇ છે . આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં અંતિમ દિવસ હતો. જોકે રાહુલ ગાંધી સોનગઠનો કાર્યક્રમ રદ્દ  કરી દિલ્હી જવા રવાના થયા છે. મંગળવારે મહારાષ્ટ્રથી ફરી યાત્રા શરૂ કરાશે.

Bharat Jodo Nyay Yatra : આજે રાહુલ ગાંધીએ સ્વરાજ આશ્રમ ખાતે મુલાકાત લીધી હતી. આ યાત્રા દરમિયાન ફિલ્મ અભિનેતા અને કોંગ્રેસ નેતા રાજ બબ્બર, જયરામ રમેશ, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિતના કોંગ્રેસ નેતાઓ જોડાયા હતા.  બારડોલીમાં સભા રદ કરી રાહુલ ગાંધી વ્યારા પહોંચ્યા હતા  જ્યાં પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં રાહુલ ગાંધી ખુલ્લી જીપમાં લોકોને સંબોધ્યા હતા.

Bharat Jodo Nyay Yatra :  22 લોકો પાસે ભારતની 50 ટકા વસ્તીના પૈસા છે: રાહુલ ગાંધી


રાહુલ ગાંધીએ વ્યારામાં ખુલ્લી જીપમાં લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, ભારતમાં 22 લોકો એવા છે જેમની પાસે ભારતની 50 ટકા વસ્તી જેટલા પૈસા છે. સરકારે દેશના તમામ સેક્ટરને આ 22 લોકોને વેચી માર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ઉદ્યોગપતિને પૈસા મળી રહ્યા છે. વ્યારામાં રાહુલે અદાણી અને રિલાયન્સ પર નિશાન સાધ્યું હતું. તેમજ જનજાતિ ગણના અને આર્થિક સર્વેની માગ કરી હતી.

Bharat Jodo Nyay Yatra :  ‘નોટબંધી અને GSTએ નાના-મધ્યમ વેપારને ખતમ કરી નાખ્યું’


ગુજરાતના 30 નાના વેપારીઓ અમારી જોડે આવ્યા હતા. તેમણે મને કહ્યું- નોટબંધી અને GSTએ ભારતના નાના-મધ્યમ વેપાર, ટેક્સટાઈલ ઉદ્યોગ, ડાયમંડ ઉદ્યોગને ખતમ કરી નાખ્યું. તો મેં તેમને પૂછ્યું કે નોટબંધી અને GSTનું લક્ષ્ય શું હતું? તો એમણે મને કહ્યું રાહલજી નોટબંધી અને GSTનું લક્ષ્ય નાના વેપારોઓને ખતમ કરવાનું હતું.

Bharat Jodo Nyay Yatra :  ‘અગ્નિવીર યોજના આવ્યા બાદ કોઈ સેનામાં જોડવા નથી માંગતુ’


ભારતમાં પહેલાં લોકો તેમના બાળકોને સેનામાં મોકલતા હતા. કેમ કે જવાનોને સન્માન મળતું હતું. પરંતુ અગ્નિવીર યોજના આવ્યા બાદ સૈનિકોની વચ્ચે ભેદભાવ ઉભો થઈ ગયો છે. પહેલાં સેનાના સેન્ટર ભરેલા જોવા મળતા હતા. ભરતી માટે લાઈનો લાગેલી જોવા મળતી હતી. પરંતુ આજે તે ખાલી જોવા મળે છે.

નોંધનીય છે કે ભારત જોડો ન્યાય યાત્રા આવતીકાલે 11મી માર્ચે વિરામ રહેશે. નંદુરબાર ખાતે 12મી માર્ચે ‘આદિવાસી સંમેલન’ યોજાઈ રહ્યું છે. જ્યાં રાહુલ ગાંધી આદિવાસી સમુદાયને સંબોધશે. 13મી માર્ચે, ધુળેમાં, કોંગ્રેસ અધ્યક્ષ અને રાહુલ ગાંધી ‘નારી ન્યાય’ અંગે કોંગ્રેસ પક્ષની બાંયધરી જાહેર કરશે. આ ચોથો ‘ન્યાય’ હશે. ‘શ્રમિક ન્યાય’ મુંબઈમાં અંતે જાહેરાત કરવામાં આવશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

Exit mobile version