Home Entertainment Animal Ott Release : એનિમલ જોયું ? નહીતો આ ott પર જોઇલો.....

Animal Ott Release : એનિમલ જોયું ? નહીતો આ ott પર જોઇલો..  

2
Animal

Animal Ott Release : શું તમે રણબીર કપૂર (Ranbir Kapoor)ની ‘એનિમલ’ ફિલ્મ જોઈ ? હજુ જોવાની બાકી હોય તો થોભી જાઓ આ ott પ્લેટફોર્મ પર રીલીઝ થઇ રહી છે એનિમલ ફિલ્મ, એનીમલે રિલીઝ બાદ સિનેમાઘરોમાં ધૂમ મચાવી દીધી છે. એનિમલે રેકોર્ડબ્રેક કમાણી કરીને ઇતિહાસ રચ્યો છે. એનિમલ ફિલ્મે કલેક્શનના અનેક રેકોર્ડ તોડી દીધા છે,  આ વચ્ચે હવે એનિમલને લઇને OTT રીલિઝ (Animal Ott Release) સંબંધિત મોટા સમાચાર સામે આવ્યા છે.   

animal 2

Animal Ott Release : આ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે રણબીર કપૂરની એનિમલ

  બોલિવૂડ એક્ટર રણબીર કપૂર (Ranbir Kapoor) ની ફિલ્મ ‘એનિમલ’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. દર્શકો આ ફિલ્મ જોઇને અલગ ઉત્સાહમાં આવી ગયા છે. સિનેમાઘરો ખચોખચ ભરેલા જોવા મળે છે. જેને પગલે ‘એનિમલ’એ પહેલા વીકેન્ડમાં જ રેકોર્ડબ્રેક કમાણી કરીને ઇતિહાસ રચ્યો છે. તેવામાં હવે એનિમલને લઇને નવું અપડેટ સામે આવ્યું છે. એનિમલ તાજેતરમાં 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ કરી છે.

’એનિમલ’ની સાથે વિકી કૌશલની ‘સામ બહાદુર’ પણ રિલીઝ થઈ છે. ‘સામ બહાદુર’ (Sam Bahadur ) બોક્સ ઓફિસ પર પણ સારું કલેક્શન કરી રહી છે. Vicky Kaushal ) વિકી કૌશલની ‘સેમ બહાદુર’એ તેની અગાઉની ફિલ્મો કરતાં વધુ કલેક્શન કર્યું છે. તો રણબીર કપૂરની ‘એનિમલ’એ   વિશ્વભરમાં 600 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. રણબીર કપૂર (Ranbir Kapoor) ની એક્ટિંગ અને બોબી દેઓલની એક્ટિંગ લોકોના દિલ જીતી રહી છે.હવે એ જોવ રસપ્રદ રહેશે કે ફિલ્મ આગામી સપ્તાહમાં કેટલું કલેક્શન કરશે?

 એનિમલને લઇને OTT રીલિઝ સંબંધિત મોટું અપડેટ સામે આવ્યું છે.હકીકતમાં નેટફ્લિક્સે તેના ઇન્સ્ટાગ્રામ (instargram) પર રણબીર કપૂરની બે તસવીરો પોસ્ટ કરી છે. આ સાથે કેપ્શનમાં લખ્યું કે, ‘બસ રણબીર કપૂર (Ranbir Kapoor) તમારી આંખોમાં જોવે છે,  તમારું સ્વાગત છે.’ જોકે હાલમાં નેટફ્લિક્સ (netflix) પર આ ફિલ્મની રિલીઝની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. તેમજ એવી જાહેરાત પણ નથી કરાઇ કે આ ફિલ્મ ફક્ત નેટફ્લિક્સ પર જ રિલીઝ થશે, પરંતુ ‘લિયો’ (Leo) અને ‘જવાન’ (jawan), જેમના સ્ટ્રીમિંગ પાર્ટનર નેટફ્લિક્સ હતા અને આ પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ થઈ હતી. હવે ‘એનિમલ’નું ડિજિટલ સ્ટ્રીમિંગ પાર્ટનર પણ નેટફ્લિક્સ છે અને નેટફ્લિક્સ ‘એનિમલ’ના સ્ટાર્સને પ્રમોટ કરી રહ્યું છે, જેને જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે ફિલ્મ અહીં સ્ટ્રીમ થશે.

નોંધનીય છે કે એનિમલ 2024માં નેટફ્લિક્સ (netflix) પર રિલીઝ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે સંદીપ રેડ્ડી (sandip reddy) ના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘એનિમલ’માં રણબીર કપૂર સિવાય અનિલ કપૂર (anil kapoor), રશ્મિકા મંદાના (rashmika) અને બોબી દેઓલ (bobby deol) મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મની કહાની પિતા અને પુત્રના પ્રેમ પર આધારિત છે.

તમે આ પણ વાંચી શકો છો !

Animal Box Office : રણબીરની ‘એનિમલ’ આપી રહી છે ‘પઠાણ’ને ધોબી પછાડ, વર્ષની બીજી બમ્પર ફિલ્મ બનશે!

2 COMMENTS

Comments are closed.

Exit mobile version