અમદાવાદ ચંડોળા તળાવ વિસ્તારમાં દાદાનું બુલડોઝર

    0
    84
    અમદાવાદ ચંડોળા તળાવ
    અમદાવાદ ચંડોળા તળાવ

    અમદાવાદ ચંડોળા તળાવ વિસ્તારમાં દાદાનું બુલડોઝર, ચંડોળા તળાવ પાસે 2 હજારથી વધુ પોલીસકર્મી તૈનાત

    AMCના સાતેય ઝોન એસ્ટેટના અધિકારીઓ હાજર

    અમદાવાદ ચંડોળા તળાવ
    અમદાવાદ ચંડોળા તળાવ

    અમદાવાદમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહત પર બુલડોઝર કાર્યવાહી

    અમદાવાદમાં ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું ડીમોલેશન

    ચંડોળા તળાવ વિસ્તારમાં ૮૦ JCB , ૬૦ ડમ્પર કાર્યવાહીમાં જોડાયા

    અમદાવાદમાં શાહઆલમ પાસેનો ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહત માટે કુખ્યાત છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈ હાલ ગુજરાત પોલીસ બાંગ્લાદેશીઓને શોધીને ડિપોર્ટ કરવા લાગી છે. અમદાવાદ પોલીસ પણ બે દિવસથી ચંડોળા તળાવ વિસ્તારમાંથી ગેરકાયદે બાંગ્લાદેશીઓની તપાસ કરી રહી છે. આ બે દિવસમાં પોલીસે 890 શંકાસ્પદ લોકોને ડિટેઇન કર્યા હતા, જેમાંથી 143 લોકો બાંગ્લાદેશી હોવાની ઓળખ થઈ હતી.આ વિસ્તારમાં આડેધડ ગેરકાયદે બાંધકામો ખડકી દેવાયા છે. હવે આ બાંધકામોને ધ્વસ્ત કરવામાં આવી રહ્યા છે . મોડીરાતથી જ ચંડોળા તળાવ પાસે બુલડોઝરો અને ટ્રકોને ગોઠવી દેવામાં આવ્યાં હતાં. વહેલી સવારથી ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહતને તોડી પાડવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સ્થળ પર જોવા મળી રહ્યો છે. આ પહેલા 28 એપ્રિલની રાત્રે AMCના અધિકારીઓ તથા શહેર પોલીસ દ્વારા તમામ આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસને રાત્રે 1.30થી 2.30 વાગ્યા સુધીમાં પહોંચી જવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. હાલમાં પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, SOG, સાયબર ક્રાઇમ, SRPની સહિતની ટીમો તૈનાત કરી દેવાઈ છે. થોડીવારમાં ડિમોલિશનની કામગીરી શરુ કરવામાં આવી છે.

    અમદાવાદ ચંડોળા તળાવ

    અમદાવાદ ચંડોળા તળાવ

    વધુ વિસ્તારથી વિગત માટે જોતા રહો VR LIVE NEWS

    Gondal:  અલ્પેશ કથિરિયાની કાર પર પથ્થર મારો થતા કહ્યું, ‘આ ગોંડલ નહીં મિરઝાપુર..

    પગની તકલીફના દર્દીનું બાયપાસનું ઓપરેશન કર્યાના આક્ષેપ