વિશ્વ પ્રવાસન દિવસની શરૂઆત 1980માં સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) દ્વારા કરવામાં આવી હતી. સંસ્થાએ 27મી સપ્ટેમ્બરે પર્યટન દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું.
વિશ્વ પ્રવાસન સંગઠનની સ્થાપના 27 સપ્ટેમ્બર 1970ના રોજ કરવામાં આવી હતી. સંસ્થાની સ્થાપના પરિષદની 10મી વર્ષગાંઠ નિમિત્તે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી શરૂ થઈ હતી. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યટનના વિકાસને પ્રોત્સાહિત કરવાનો અને તેને વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સમજણના માધ્યમ તરીકે રજૂ કરવાનો છે.
પ્રવાસ વિવિધ દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાનને વધારે છે, સાથે તે આર્થિક વિકાસ, રોજગારની તકો અને પર્યાવરણીય સંતુલન માટે પણ મહત્વપૂર્ણ છે. ઘણા દેશોની અર્થવ્યવસ્થા પર્યટન પર આધારિત છે અને આ ક્ષેત્ર ત્યાંના નાગરિકો માટે રોજગારનું મુખ્ય સ્ત્રોત છે.