શું તમે જાણો છો જાંબલી રંગની કેરી??
દુનિયાની સૌથી મોંઘી કેરી જે લાખો રૂપિયે વેચાય છે.
જી હાં જાંબલી… જોકે જાંબલી રંગની કેરી ખાસ કરીને જાપાનમાં ઉગાડવામાં આવે છે
જાપાનમાં ખેતી થનાર આ કેરીનું નામ મિયાઝાકી છે. તેના નામ કરતાં પણ આ કેરીની કિંમત ખાસ છે. આ કેરી 2.75 લાખ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.
આ કેરીની વિશેષતા વિશે વાત કરીએ તો તેનું વજન લગભગ 350 ગ્રામ છે અને તેમાં 15 ટકાથી વધુ ખાંડ હોય છે. આ કેરી ખૂબ જ ખાસ રીતે તૈયાર કરવામાં આવે છે.
એક્સપર્ટનું માનીએ તો મિયાઝાકી કેરીની અંદર વિટામીન એ ખૂબ જ સારી માત્રામાં હોય છે, જે આંખોના સ્વાસ્થ્ય માટે
ખૂબ ફાયદાકારક હોય છે.