બ્લેકઆઉટ એ યુદ્ધ સમયની રણનીતિ છે જેમાં કૃત્રિમ પ્રકાશને ઓછામાં ઓછો કરે છે. જેથી દુશ્મન વિમાનો કે સબમરીનને લક્ષ્ય શોધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે. આ પ્રથા મુખ્યત્વે 20મી સદીમાં બીજા વિશ્વયુદ્ધ (1939-1945) દરમિયાન પ્રચલિત હતી.
બ્લેકઆઉટનો હેતુ બ્લેકઆઉટનો મુખ્ય હેતુ દુશ્મનના હવાઈ હુમલાઓને મુશ્કેલ બનાવવાનો હતો. રાત્રે, શહેરની લાઇટ્સ દુશ્મન પાઇલટ્સને તેમના લક્ષ્યો શોધવામાં મદદ કરતી હતી.
નાગરિક જીવન પર અસર: બ્લેકઆઉટને કારણે રોજિંદા પ્રવૃત્તિઓમાં વિક્ષેપ પડ્યો. લોકો રાત્રે બહાર નીકળતા ડરતા હતા, જેના કારણે સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓ પર અસર પડી હતી.
૧૯૭૧ના યુદ્ધના સમયે ઇન્વર્ટર જેવી સુવિધાઓ ન હતી, પરંતુ આજે દરેક ઘરમાં ઇન્વર્ટર છે. આથી વીજળી કાપી નાખ્યા પછી પણ ઘરોમાં પ્રકાશ રહે છે, જે દુશ્મન પાયલટને સંકેત આપી શકે છે કે તે કયા વિસ્તારમાં છે. તેથી બ્લેકઆઉટ દરમિયાન માત્ર લાઇટ બંધ કરવી પૂરતી નથી, પરંતુ જરૂરી છે કે લોકો બારી બંધ કરે, પડદા નાખે અને ખાતરી કરે કે પ્રકાશ બહાર ન નીકળી શકે. હાલની પરિસ્થિતિમાં થોડું અઘરું બની શકે છે. તે સમયે ગભરાટ અને ભ્રમના કારણે પાયલટ બોમ્બ છોડવામાં વિલંબ કરે છે અથવા તો ઉતાવળમાં ખાલી મેદાન અથવા ખેતરમાં બોમ્બ ફેંકી દે છે, જેથી સામાન્ય નાગરિકો અને શહેરોને નુકસાન ન થાય. આ બ્લેકઆઉટ સમગ્ર દેશમાં એક સાથે કરવાની જરૂર નથી.