“ફોરેટ નામના પાવડરની ગંધને કારણે સાપને તેની નજીક આવવું ગમતું નથી. જો ઘરમાં “ઘુડબચ”, “ઘોડા બચ” કે “બચ” નામની ઔષધિને સળગાવી ધુમાડો કરવામાં આવે તો સાપ આવતા નથી. સાપ કેરોસીનની ગંધ સહન કરી શકતો નથી અને તેની નજીક પણ આવતો નથી.
પ્રાણીઓ સંબંધિત વેબસાઈટ a-z-animalએ આવી 14 બાબતોનો ખુલાસો કર્યો છે, જેની ગંધથી સાપ ભાગી જાય છે. આમાં મુખ્ય છે લસણ અને ડુંગળી, ફુદીનો, લવિંગ, તુલસી, તજ, વિનેગર, લીંબુ અને સૌથી મહત્વપૂર્ણ છે એમોનિયા ગેસ. ઘણી વખત સાપને ધુમાડાથી મુશ્કેલી થાય છે અને તેને ધુમાડાથી ભગાડી પણ શકાય છે. સાપને આ બધી વસ્તુઓની ગંધ ખૂબ જ વિચિત્ર લાગે છે.