પાકિસ્તાન એ ભારતીય ગાયકોના ગીતો વગાડવા પર બેન લગાવ્યો

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે તમામ પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકી દીધો છે.

તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ બ્લોક કરી દેવામાં આવ્યાં છે. આ કાર્યવાહીથી ગુસ્સે ભરાયેલા પાકિસ્તાને હવે વળતી પ્રતિક્રિયા રૂપે ભારતીય ગીતો પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.

ભારતમાં પ્રતિબંધિત કરાયેલા પાકિસ્તાની સેલેબ્સના નામોમાં માહિરા ખાન, હાનિયા આમિર, અલી ઝફર, માયા અલી, આયેઝા ખાન, સજલ અલી, ઇકરા અઝીઝ, સનમ સઈદનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, માહિરા ખાન, અલી ઝફર, સજલ અલી બોલિવૂડમાં કામ કરી ચૂક્યા છે. સજલ અલીએ ફિલ્મ 'મોમ'માં શ્રીદેવીની પુત્રીનો રોલ ભજવ્યો હતો.

આ પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો

પાકિસ્તાનીઓમાં ભારતીય ગીતો ખૂબ જ લોકપ્રિય છે. ખાસ કરીને લતા મંગેશકર,  મોહમ્મદ રફી, કિશોર કુમાર અને મુકેશ જેવા ગાયકોનાં ગીતો ખૂબ જ લોકપ્રિય છે.  એટલું જ નહીં, તેમનાં ગીતો અહીંના એફએમ રેડિયો સ્ટેશન પર દરરોજ પ્રસારિત  થતા હતા.