જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના???

હિંદુ ધર્મમાં વટ સાવિત્રી વ્રતને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. આ વ્રત પરિણીત મહિલાઓ પોતાના પતિની દીર્ઘ આયુષ્યની કામના માટે કરે છે.

આ દિવસે વટ વૃક્ષ એટલે કે વડના ઝાડની પૂજા કરે છે. સુહાગન મહિલાઓ માટે વટ સાવિત્રી વ્રત શ્રદ્ધા, સમર્પણ અને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. 

આ દિવસે મહિલાઓ નિર્જળ ઉપવાસ કરે છે, કથા સાંભળે છે અને વટ વૃક્ષની વિધિપૂર્વક પૂજા કરીને તેની પરિક્રમા કરે છે. આ દિવસે વટ વૃક્ષ પર દોરો બાંધવાની પણ પરંપરા છે.

વટ સાવિત્રી વ્રત દર વર્ષે જેઠ માસની અમાવસ્યા તિથિએ રાખવામાં આવે છે. સુહાગન સ્ત્રીઓ પોતાના પતિની લાંબી આયુષ્ય, સારી તંદુરસ્તી અને સુખી કુટુંબજીવન માટે વ્રત કરે છે.

વટ સાવિત્રી વ્રતને ભારતમાં જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે, જેમ કે – બડમાસ, વટ અમાવસ્યા.

વર્ષ 2025માં વટ સાવિત્રી વ્રત 26 મે, સોમવારના  દિવસે ઉજવવામાં આવશે. આ દિવસે બપોરે 12:12 વાગ્યાથી જેઠ અમાવસ્યા શરૂ થશે.

જે  27 મેની સવારે પૂરી થશે. શાસ્ત્રો મુજબ, જે દિવસે બપોરના સમયે અમાવસ્યા હોય, તે દિવસે વ્રત રાખવું શુભ ગણાય છે.