ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના એક સૂત્રએ સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે આ તણાવની ઇન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સીઝન પર કોઈ અસર નહીં પડે અને ટૂર્નામેન્ટ સામાન્ય રીતે ચાલુ રહેશે.
વર્તમાન પરિસ્થિતિઓની આઇપીએલના સમયપત્રક અને મેચો પર કોઈ અસર પડશે નહીં અને તે નિર્ધારિત કાર્યક્રમ મુજબ ચાલુ રહેશે. IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ બુધવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે એકબીજા સામે ટકરાશે.