વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, આવતીકાલે જાહેર થશે ધોરણ 10નું પરિણામ                        

08 મે 2025ના  રોજ ધોરણ 10નું પરિણામ જાહેર થશે, સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પરિણામ જોઈ શકાશે

અંદાજે ધોરણ-10માં 8,92,882 વિદ્યાર્થીઓ  પરીક્ષા આપી છે

વોટ્સએપ નંબર પરથી પણ જાણી શકાશે પરિણામ

ધોરણ-10 (એસ.એસ.સી)  અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક  અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર આવતીકાલે  સવારના 08:00 કલાકે જાહેર કરવામાં આવશે.