Ganesh Chaturthi 2024 : ગણપતિ મૂર્તિ સ્થાપના ક્યારે કરવી? શુભ મુહૂર્ત સમય સહિત મહત્વની વિગત જાણો

હિંદુ ધર્મમાં ગણેશ ચતુર્થીનું વિશેષ મહત્વ છે. હિંદુ કેલેન્ડર મુજબ ગણેશ  ચતુર્થી વ્રત દર મહિનાના કૃષ્ણ અને શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ રાખવામાં  આવે છે 

ચતુર્થીઓમાં ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિ આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. 7 સપ્ટેમ્બર, શનિવારે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે.  

ભાદ્રપદના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 6 સપ્ટેમ્બરે બપોરે 3:01 વાગ્યે શરૂ  થઈ રહી છે, જે 7 સપ્ટેમ્બરના રોજ સાંજે 5:37 વાગ્યે સમાપ્ત થશે.

7 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીની પૂજા અને મૂર્તિની સ્થાપનાનો શુભ સમય સવારે 11:02 થી બપોરે 1:33 સુધીનો રહેશે.અભિજીત મુહૂર્ત- સવારે 11:54 થી 12:44  સુધી

રવિ યોગ સવારે 6:02 થી બપોરે 12:34 સુધી છે. આ સાથે સ્વાતિ નક્ષત્ર આ દિવસે  ચિત્રા સાથે રહેશે. આ સિવાય 8 સપ્ટેમ્બરે સૂર્યોદયથી 11:16 વાગ્યા સુધી  અને બપોરે 12:34થી 6:15 સુધી બ્રહ્મ યોગ છે. 

ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર જોવાની મનાઈ છે. એવું માનવામાં આવે છે કે આ  દિવસે ચંદ્ર જોવાથી કોઈપણ પ્રકારના કલંકનો સામનો કરવો પડે છે. આ દિવસે સવારે 09:29 થી રાત્રે 08:57 સુધી ચંદ્ર દેખાતો નથી.