ગરમી સાતમાં આસમાને પહોંચી છે એવામાં ગરમ પાણી તો કોઈને ભાવશે જ નહિ પરંતુ જણાવીએ Chilled Water ની સાઇડ ઇફેક્ટ્સ હોય છે કે શું?
માણસની બોડીમાં 60 ટકા પાણી હોય છે. આ માટે હાઇડ્રેટ રહેવું ખૂબ જરૂરી છે. પાણી ઓછું પીવાથી શરીરમાં અનેક તકલીફો થઈ શકે છે.
શરીરમાં પર્યાપ્ત માત્રામાં પાણી હોવું ખૂબ જરૂરી છે. આમ, આ પરથી તમે અંદાજો લગાવી શકો છો કે તમારાં સ્વાસ્થ્યને કેટલી માત્રામાં પાણીની
જરૂરિયાત હશે.
ઠંડા પાણીથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે જેમ કે ગેસ, કબજિયાત વગેરે.
ગળામાં ખારાશ કે સોજો આવી શકે છે.
માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે.
દાંતમાં દુખાવો કે સંવેદનશીલતા વધી શકે છે.
ઠંડા પાણી વિશે એક સામાન્ય માન્યતા છે કે તેનાથી વજન વધી શકે છે પરંતુ ઠંડા પાણીથી વજન વધવાનો કોઈ સંબંધ નથી. હકીકતમાં પાણીમાં કોઈ કેલેરી હોતી નથી તેથી આ વજન વધારી જ શકતુ નથી. ઠંડુ પાણી અન્ય નુકસાન હોઈ શકે છે.