વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં  મદદ કરી શકે છે.

ચામાં રહેલું કેફીન (ખાસ કરીને કાળી  અને લીલી ચામાં) વાળના મૂળને ઉત્તેજિત કરે છે અને DHT (ડાયહાઇડ્રોટેસ્ટોસ્ટેરોન - વાળ ખરવા સાથે સંકળાયેલ હોર્મોન) ને રોકવામાં મદદ કરે છે. 

ચામાં એન્ટીઑકિસડન્ટ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે જે ખોડો અને માથાની ચામડીની બળતરા ઘટાડી શકે છે. 

ગ્રીન ટી જેટલી પીવામાં ફાયદા આપે છે તેટલા જ વાળ માટે પણ ફાયદારૂપ છે. જો આપને ગ્રીન ટી થી એલર્જી હોય તો આ નુસખાનો ઉપયોગ કરતાં પહેલાં પેચ ટેસ્ટ કરવો.

આવો જાણીએ ચાના પ્રકાર ઉપયોગો અને ફાયદા અને  કઈ ચા વાળ માટે ફાયદાકારક છે?  

લીલી ચા એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર DHT ઘટાડે છે 

કાળી ચા વાળ ખરતા ઘટાડે છે, ચમક આપે છે 

કેમોમાઈલ ચા હળવા વાળને ચમક આપે છે, સ્કેલ્પ ઉપરની ચામડીને શાંત કરે છે

હિબિસ્કસ ચા વાળના વિકાસને ઉત્તેજિત કરે છે 

 ચા વાળ ધોવાની પધ્ધતિ જાણીશું

2-3 ટી બેગ (અથવા 2 ચમચી ડ્રાય ટી) ને 2 કપ પાણીમાં 10-15 મિનિટ માટે ઉકાળો 

તેને ઠંડુ થવા દો અને ફિલ્ટર કરો. શેમ્પૂથી વાળ ધોયા પછી, ધીમે ધીમે આ ચાનું પાણી સ્કેલ્પ ઉપર અને વાળ પર રેડો. 

5 મિનિટ માટે સ્કેલ્પ ઉપર માલિશ કરો. તેને 20-30 મિનિટ માટે રહેવા દો, પછી તેને સાદા પાણીથી ધોઈ લો. 

વધુ પડતો આ નુસખાનો ઉપયોગ કરવાથી વાળ શુષ્ક થઈ શકે છે તો અઠવાડિયામાં ૧-૨ વાર જ કરવો.