પોપ ફ્રાન્સિસનું અવસાન: રોમન કેથોલિક ચર્ચના પ્રથમ લેટિન અમેરિકન નેતા પોપ ફ્રાન્સિસનું અવસાન થયું છે, વેટિકને સોમવારે જાહેરાત કરી. તેઓ 88 વર્ષના હતા.
પોન્ટિફ, જે રોમના બિશપ અને કેથોલિક ચર્ચના વડા હતા, તેમના પુરોગામી બેનેડિક્ટ સોળમાના રાજીનામા પછી 2013 માં પોપ બન્યા .
ફ્રાન્સિસે તાજેતરના વર્ષોમાં સ્વાસ્થ્ય સંબંધિત અનેક ચિંતાઓનો સામનો કર્યો હતો અને આ વર્ષે ફેબ્રુઆરી અને માર્ચમાં તેમણે 38 દિવસ હોસ્પિટલમાં વિતાવ્યા હતા.
ફ્રાન્સિસે માનતા હતા કે દરેક વિવિધ ધર્મો જેવાકે શીખ, હિન્દુ અને ખ્રિસ્તી ભગવાન તરફના અલગ અલગ માર્ગ છે.
ફ્રાન્સિસને શાંતિના ધર્મ ગુરુ તરીકે ઓળખાણ મળી. તેમણે ઘણાં નેતાઓ લીડરોના પગ ચુંબન કરી ને શસ્ત્રો મુકીને શાંતિના માર્ગો અપનાવવાની વિનંતી કરી છે.