ટ્વિટરને લઈને ચોંકાવનારો રિપોર્ટ

0
61

જ્યારથી એલન મસ્કે ટ્વિટરની કમાન સંભાળી છે ત્યારથી જ ટ્વિટરમાં મોટા પરિવર્તનો થઈ રહ્યાં છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં એલોન મસ્કે ટ્વિટર ખરીદ્યું હતું. ત્યારપછી ટ્વિટરમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે.ત્યારે ટ્વિટરને લઈને એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. પ્યુ રિસર્ચ સેન્ટરના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા એક વર્ષમાં 60 ટકા અમેરિકન યુઝર્સે ટ્વિટરનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે, જો કે રિપોર્ટમાં એવું નથી કહેવામાં આવ્યું કે એલોન મસ્કના માલિક બન્યા પછી.તે પછી લોકોએ ટ્વિટરનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લોકોએ તેમના ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કર્યા નથી, પરંતુ લાંબા સમયથી તેનો ઉપયોગ કરી રહ્યા નથી.