પ્રાથમિક શિક્ષકોના બદલીના નિયમો કરાયા જાહેર

0
43

રાજ્યમાં પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ વિભાગે બદલીના નિયમો જાહેર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી અટકી પડેલી  શિક્ષકોની બદલી  પ્રક્રિયા ફરી શરૂ થશે તેમજ જિલ્લા વિભાજન અન્વયે થતી બદલીઓનો ઠરાવમાં સમાવેશ કરાયો છે શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે જે અનુસાર જિલ્લા ફેર બદલી તેમજ આંતરિક બદલીનો ઠરાવ જાહેર કરાયો છે. વધ-ઘટ બદલી, જિલ્લા આંતરિક બદલી, જિલ્લા એક તરફી બદલીનો ઠરાવમાં સમાવેશ કરાયો છે. નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય તે પહેલા જ બદલી કેમ્પ પૂર્ણ કરવાનું આયોજન અને શાળાઓ બંધ અથવા મર્જ થતા સમયે થતી બદલીનો પણ ઠરાવમાં ઉલ્લેખ કરાયો છે.

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ