અકસ્માતમાં મૃત્યુ પામેલ વિદ્યાર્થી ધો-૧૦માં ખેડબ્રહ્મામાં પ્રથમ ક્રમાંકે

0
36

ખેડબ્રહ્મામાં બે દિવસ અગાઉ અકસ્માતમાં માતા-પુત્રનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં જીવ ગુમાવનાર વિદ્યાર્થી પ્રજાપતિ શિવમનો ધોરણ-૧૦ની પરીક્ષામાં ખેડબ્રહ્મા તાલુકામાં વિદ્યાર્થી પ્રથમ નંબરે પાસ થયો છે. મૃતક પ્રજાપતિ શિવમને ધોરણ-૧૦ની પરીક્ષામાં 98.96 પર્સન ટાઈલ આવ્યા છે. બે દિવસ પહેલા અકસ્માતમાં પતિ-પત્નિ અને દિકરો બાઈક પર જઇ રહ્યાં હતા. જેમાં શિવમ અને તેની માતાનું મોત થયું હતું, જ્યારે પિતાની હાલત ગંભીર છે.