અદાણીને ફરી કેમ થયો મોટો નુકશાન,કેવી રીતે ખાધી પછળાટ

0
30

ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ, છેલ્લા 24 કલાકમાં ગૌતમ અદાણીની નેટવર્થ $1.2 બિલિયન અથવા રૂ. 9,878 કરોડથી વધુ ઘટી છે. અસ્કયામતોમાં આ ઘટાડા સાથે, તેમની નેટવર્થ ઘટીને 43.1 બિલિયન ડોલર થઈ ગઈ છે અને તે અમીરોની યાદીમાં 27મા નંબરે પહોંચી ગયા છે.વર્ષ 2023ની શરૂઆત ગૌતમ અદાણી માટે ખૂબ જ ખરાબ સાબિત થઈ હતી. અને 24 જાન્યુઆરીએ અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગનો રિપોર્ટ બહાર આવ્યા બાદ અદાણી ગ્રુપની હાલત ખરાબ હતી. એક મહિનાની અંદર અદાણી અબજોપતિઓની યાદીમાં ચોથા સ્થાનેથી 34મા સ્થાને સરકી ગયા. અદાણી ગ્રુપનું માર્કેટ કેપિટલાઇઝેશન પણ 100 બિલિયન ડોલરની નીચે આવી ગયું. હવે 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થયું છે અને તેનો પ્રથમ કારોબારી દિવસ સોમવાર પણ તેમના માટે નુકસાનકારક સાબિત થયો છે.