શુ કર્ણાટકમાં નંદીની ઉપર કબ્જો કરવા માંગે છે અમૂલ કેમ લાગી રહ્યો છે આરોપ

0
31

કર્ણાટકમાં અમુલ વર્સીસ નદીની દુધ વચ્ચે સ્પર્ધા સર્જાઇ છે, જેને લઇને કોંગ્રેસે હવે મુદ્દો બનાવ્યો છે,કોંગ્રેસનો આરોપ છેકે જે રીતે કર્ણાટકની બૈંકોને મોદી સરકારોએ નુકશાન પહોચાડ્યુ છે તેવી જ રીતે નંદીનીનું અધિગ્રહણ અમુલ મારફતે કરવા માગે છે, ,તમને જણાવી દઇએ કે અમિત શાહે 30 ડીસેમ્બરના દિવસે કર્ણાટકમા નંદીની અને અમુલ સાથે મળીને કામ કરશે તેવી જાહેરાત કરી હતી  તે પછી 5 એપ્રિલે, અમૂલે ટ્વિટ કરીને ટૂંક સમયમાં કર્ણાટકના બેંગલુરુમાં લોન્ચ કરવાની જાહેરાત કરી છે. અમૂલની આઈસ્ક્રીમ જેવી પ્રોડક્ટ કર્ણાટકમાં પહેલાંથી જ વેચાય છે, પરંતુ હવે દૂધ અને દહીં પણ વેચવામાં આવશે.અમૂલની આ જાહેરાત પછીથી હોબાળો મચી ગયો છે. હકીકતમાં, કર્ણાટકમાં અમૂલની રીતે જ ખેડૂતોની બનાવેલી કો-ઓપરેટિવ બ્રાન્ડ નંદિની ચાલે છે. કોંગ્રેસનું કહેવું છે કે BJP ષડ્યંત્ર કરીને કર્ણાટકની દૂધ બ્રાન્ડ નંદિનીને ખતમ કરવા માગે છે. તમને જણાવી દઇએ કે નંદીની 39 રુપિયા લીટર છે જ્યારે અમુલનુ તાજા બ્રાન્ડ 54 રુપિયા લીટર છે, ત્યારે જાણકારો માને છે કે આ ઘટનાથી ભાજપને કર્ણાટકની ચૂટણીમાં મોટુ નુકશાન થશે,, કારણ કે 22 હજ ગામો પૈકી 15 હજાર મંડળીઓ કર્ણાટક દુધ સંધ સાથે જોડાયેલી છે,, અને તેનો 55 હજાર કરોડનો વ્યવસાય છે,