વિદેશમાં પણ તાલાલા ગીરની કેસર કેરીની જબરદસ્ત માંગ

0
35

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીની નિકાસમાં વધારો

ગલ્ફના દેશોમાં પ્રતિદિન 10થી 12 ટન કેરીની નિકાસ

કેસર કેરીને વિદેશમાં સારો પ્રતિસાદ મળ્યો છે, જેથી કેરીની નિકાસ સાથે સંકળાયેલા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. હાલમાં તાલાલા ગીરની કેસર કેરી દુબઈ,કેનેડા અને મસ્કત જેવા દેશોમાં એક્સપોર્ટ થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય ધારા ધોરણનું પાલન કરવાની સાથે એક્સપોર્ટ ક્વોલિટીની એક સમાન કદ ધરાવતી કેરીઓને 12 , 9 અને 6 નંગના બોક્સમાં પેક કરીને તેને અમદાવાદ હવાઈ મથકે મોકલવામાં આવે છે. ત્યારબાદ ઓર્ડર મુજબ કેરીના બોક્સને મોકલવામાં આવે છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીની નિકાસમાં જબરી માંગ જોવા મળી રહી છે. ખાસ કરીને ગલ્ફના દેશોમાં પ્રતિદિન 10થી 12 ટન ગુણવત્તા યુક્ત કેરીની નિકાસ થઈ રહી છે.