આજે વિશ્વ નૃત્ય દિવસ- જાણીશું ગુજરાત અને દેશના લોકનૃત્ય વિષે

0
119

આજે દુનિયાભરમાં ઇન્ટરનેશનલ ડાન્સ ડે ઉજવાઈ રહ્યો છે

મિત્રો ડાન્સ એટલેકે નૃત્ય અને આપણા સૌનો પ્રિય ગરબોએ દુનિયાનું  મોટામાં મોટું નૃત્ય તરીકે ઓળખાય છે તે ગુજરાતી તરીકે આપણા સૌને ગર્વ હોવો જોઈએ . ગરબો એ આપણી પ્રાચીન સંસ્કૃતિ છે. ગરબો એ ગુજરાતનું પરંપરાગત લોક નૃત્ય છે. જગત જનની માં જગદંબાની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી અને નવ દિવસ સુધી દરેક જગ્યાએ ગરબા રમાય છે અને ગરબો સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. ગરબો સંકૃત શબ્દ છે અને માં દુર્ગાની સામે ગરબા અને દાંડિયા નૃત્ય કરીને ભગવતીની ઉપાસના કરવામાં આવે છે. વિશ્વા નૃત્ય દિવસ હોય ત્યારે ગુજરાતના પ્રાચીન નૃત્ય વિષે પણ જાણવું જોઈએ .

જાગ નૃત્ય તે અમદાવાદ, બનાસકાંઠા,અને ઉત્તર ગુજરાત ના વિસ્તારોમાં જાણીતું છે. ઉત્તર ગુજરાતના કોળીઓનું નૃત્ય આશ્વા નૃત્ય છે. તેમજ રાજસ્થાની સમુદાય જે ગુજરાતમાં વસે છે તેઓનું હોળી નૃત્ય પણ જાણીતું છે. મહેસાણા વિસ્તારમાં ઠાકોર સમાજનું રૂમાલ નૃત્ય પણ ખુબ જાણીતું છે અને તેને જોવા દેશ વિદેશના લોકો આવતા હોય છે.

સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના આદિવાસી સમાજનો ઘેર મેળો અને તેમાં કરતુ નૃત્ય પ્રાચીન છે અને તે નિહાળવા માટે આજે પણ લોકો ઉમટી પડે છે. તેમજ અરવલ્લીની ગીરીમાળાઓમાં વસતા આદિવાસી સમુદાયના અલગ અલગ નૃત્ય હોય કે ડાંગી નૃત્ય તમામ આકર્ષણ ઉભું કરે છે. ભારતના મુખ્ય નૃત્યની વાત કરીએ તો કથક,ઓડીસી,કુચીપુડી,ભારતનાટ્યમ , મણિપુરીએ ભારતના શાસ્ત્રીય નૃત્ય છે. મિત્રો આજે ડિજીટલ દુનિયામાં અહી દર્શાવેલા તમામ લોકનૃત્યો જોવા માટે ફક્ત એક ટચ કરવાની જરૂર છે. જુઓ અને આપણી પ્રાચીન સંસ્કૃતિને નજીકથી માણવાનો આનંદ અલગ હોય છે તે અનુભવ કરો.. વધુ સમાચાર માટે જોતા રહો VR live સતત સમાચારની અપડેટ અને રસપ્રદ માહિતી માટે જોતા રહો અમારી વેબ સાઈટ