ધ કેરાલા સ્ટોરીએ રૂ.૨૦૦ કરોડનું કલેક્શન પાર પાડ્યું

૧૮ દિવસ પહેલા જ રીલીઝ થયેલી ફિલ્મ ધ કેરાલા સ્ટોરીએ કમાણીના મામલે અનેક ફિલ્મોને પાછળ છોડી છે. વિવાદિત ફિલ્મ ધ કેરાલા સ્ટોરીએ ૧૮ દિવસમાં જ બોક્સ ઓફીસ પર રૂપિયા ૨૦૦ કરોડનું કલેક્શન કર્યું છે. ૧૮માં દિવસે આ ફિલ્મે ૫.૫૦ કરોડની કમાણી કરી હતી. હાલની પરિસ્થિતિમાં ફિલ્મનું કુલ કલેક્શન ૨૦૪.૪૭ કરોડ સુધી પહોંચી ગયું છે. શાહરૂખની પઠાણ બાદ આ બીજી ફિલ્મ છે કે જેણે ૨૦૦ કરોડથી વધુની કમાણી કરી છે. ફિલ્મના મેકર્સ અંદાજો લગાવી રહ્યા છે કે, જો આ ફિલ્મ આ અઠવાડિયા દરમિયાન ધીમી ગતિએ પણ સતત કમાણી કરતી રહેશે તો સપ્તાહના અંત સુધીમાં તે 250 કરોડ સુધી પહોંચી જશે.