ધ કેરાલા સ્ટોરીને લઈને બન્ને રાજ્યોની સરકારને ફટકાર

ફિલ્મ સારી છે કે નહીં તેનો નિર્ણય જનતા કરશે : સુપ્રીમ

પશ્ચિમ બંગાળ સરકારે અને તમિલનાડુ સરકારે ધ કેરાલા સ્ટોરી ફિલ્મ પર પ્રતિબંધ લાદ્યો છે, જેને લઈને સુપ્રીમ કોર્ટે બન્ને રાજ્યોની સરકારને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને નોટિસ આપી છે અને તમિલનાડુ સરકાર પાસે પણ આ અંગે ખૂલાસો માંગ્યો છે.  સુપ્રીમ કોર્ટે આ મામલે કહ્યું છે કે, “જ્યારે સમગ્ર દેશમાં ફિલ્મ દેખાડવામાં આવી રહી છે તો બંગાળમાં કેમ નહીં? લોકોને નક્કી કરવા દો કે ફિલ્મ સારી છે કે ખરાબ.” આ મામલે વધુ સુનાવણી હવે ૧૭ મે ના રોજ હાથ ધરવામાં આવશે.