મની લોન્ડરીંગ કેસમાં કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહેલા દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત વધુ લથડતા દીન દયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાંથી એલએનજેપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જૈનને હાલમાં ICUમાં ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે . તેઓ બાથરૂમમાં લસરી પડ્યા હતા. ત્યારબાદ સામાન્ય નબળાઈને કારણે તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.