ભારત સિવાય સમગ્ર વિશ્વમાં મંદીના એંધાણ!

0
28

બ્રિટન, ન્યુઝીલેન્ડ, અમેરિકા, કેનેડા,ઇટલી, જર્મની મોટાપાયે બની શકે મંદીનો શિકાર

મંદીને લઈને વર્લ્ડ ઓફ સ્ટેટેસ્ટીકનો ડેટા સામે આવ્યો છે, જે મુજબ અમેરિકા, બ્રિટન, ન્યુઝીલેન્ડ અને કેનેડા જેવા દેશોમાં ભારે મંદીની શક્યતા છે. જોકે, ભારત આ મંદીનો શિકાર નહીં મળે. આ ડેટા મુજબ, મંદીની સૌથી વધુ અસર બ્રિટનમાં જોવા મળી રહી છે. ડેટા અનુસાર, બ્રિટનમાં ૭૫ ટકા મંદીની સંભાવના છે, જયારે ન્યુઝીલેન્ડમાં ૭૦ ટકા, અમેરિકામાં ૬૫ ટકા, કેનેડામાં ૬૦ ટકા, ઇટલીમાં ૬૦ ટકા અને જર્મનીમાં ૬૦ ટકા મંદીની અસર જોવા મળી શકે છે. આ ઉપરાંત, દક્ષિણ આફ્રિકામાં ૪૫ ટકા, ઓસ્ટ્રેલિયામાં ૪૦ ટકા, રશિયામાં ૩૭.૫ ટકા, જાપાનમાં ૩૫ ટકા, દક્ષિણ કોરિયામાં ૩૦ ટકા, મેક્સિકોમાં ૨૭.૫ ટકા, સ્પેનમાં ૨૫ ટકા, સ્વીત્ઝરલૅન્ડમાં ૨૦ ટકા, બ્રાઝીલમાં ૧૫ ટકા અને ચીનમાં ૧૨.૫ ટકા મંદીની અસર જોવા મળી શકે છે.  ઈન્ડોનેશિયા અને સાઉદી અરેબિયામાં મંદીની અસર ઓછી રહેશે. ઇન્ડોનેશિયામાં ૨ ટકા અને સાઉદી અરેબિયામાં ૫ ટકા મંદીની અસર જોવા મળી શકે છે.