IPL મેચ શરૂ થવાના સમયે ભેજનું પ્રમાણ 51 ટકા હશે

0
32

અમદાવાદમાં સવારથીજ વાદળછાયું વાતાવરણ છે અને IPL મેચનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. આજે સાંજે 7-30 વાગ્યે મુંબઈ અને ગુજરાત વચ્ચે રસાકસી જામશે અને ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવામાનની વાત કરીએતો વાતાવરણમાં ભેજનું પ્રમાણ 51 ટકાની આસપાસ રહેશે અને જે 66 ટકા સુધી પહોંચી શકે છે.

ચાલુ મેચમાં હળવા છાંટા પડી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છેકે રવિવારે રમાનારી મેચમાં પણ વરસાદનું વિઘ્ન આવી શકે છે. ભેજનું વાતાવરણ હશે તો ક્રિકેટ રસિયાઓ પરસેવે રેબઝેબ થવું પડશે

અહી ઉલ્લેખનીય છેકે ગઈકાલે અને આજે મેચની ટીકીટ માટે પણ ભારે ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત અમદાવાદ કોર્પોરેશને પાર્કિંગની સુવિધા માટે ઓનલાઈન બુકિંગ કરાવવાની સુચના આપી હતી. અમદાવાદ મેટ્રો દ્વારા ખાસ પેપર ટીકીટ બહાર પાડવામાં આવી છે . મેટ્રો રાત્રે 1-30 વાગ્યા સુધી શહેરમાં ચાલુ રહેશે .

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ