ગુજરાતમાં ભારે પવન ફુંકાવાની શક્યતા

0
39

હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો શેકી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે રાહત ના સમાચાર આપ્યા છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી પ્રમાણે પશ્ચિમ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે તેથી ગરમીનું પ્રમાણ ઘટશે અને સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે . રાજ્યમાં શુક્રવારે ભારે પવન ફૂંકવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર , કચ્છ સહિતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે છે . ગુજરાત માં 40 કિમી ની ઝડપે અને દરિયાકાંઠે 65 કિમી ની ઝડપે 26 તારીખે પવન ફૂંકાઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.

આંદામાન નિકોબારમાં ચોમાસાનું આગમન થઇ ચુક્યું છે અને આગળ વધવાની પરિસ્થિતિ અનુકુળ છે જેથી ભેજ વધવાની સાથે બાફારો વધશે સાથે જ વાતાવરણ સુકું રહેવાની પણ આગાહી કરવામાં આવી છે .

અહી ઉલ્લેખનીય છેકે અમદાવાદમાં ગઈકાલે 42 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. આવનારા દિવસોમાં 2 થી 3 ડીગ્રી તાપમાન ઘટશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ગઈકાલે રાજ્યભરમાં તાપમાનનો પારો 40 ડીગ્રીથી 42 ડીગ્રી સુધી પહોંચી ગયો હતો.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર. લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ