યોગ્ય કપડાં પસંદ કરો મુસાફરી દરમિયાન ઊનના કપડાં તમારી સાથે રાખો, કારણ કે ઉત્તરાખંડના ઊંચા વિસ્તારોમાં રાત્રે ઠંડી વધી શકે છે. જો શક્ય હોય તો, સાડી પહેરો અને તેના બદલે સૂટ-સલવાર, ટીશર્ટ-પેન્ટ , ટ્રાઉઝર પહેરો.
ઈમરજન્સીકીટ અને દવાઓ સાથે રાખો 50 વર્ષથી વધુ ઉંમરના યાત્રાળુઓએ અને બાળકો યાત્રા પહેલાં સંપૂર્ણ આરોગ્યની તપાસ કરાવવી જોઈએ. બ્લડપ્રેશર, ડાયાબિટીસ અથવા હૃદયરોગ જેવી સમસ્યાઓ હોય તો સંબંધિત દવાઓ સાથે રાખવી જરૂરી છે. તે સિવાય પ્રાથમિક આરોગ્ય કીટ (જેમ કે પેઈનકિલર, એન્ટિસેપ્ટિક, ડાયેરીયા માટેની દવા, ઓ.આર.એસ., ઉધરસ-જલદાની દવા સાથે રાખવી.